“શ્રી હરી ફાઉન્ડેશન” માનવતાના મૂલ્યો અને સહાનુભૂતિ પર આધારિત એક સેવાભાવી સંસ્થા છે. સંસ્થા શ્રેષ્ઠ પ્રકારની સેવાઓ પ્રદાન કરવાનું ધ્યેય રાખે છે, જે માત્ર જરૂરિયાતમંદોની જ નહી, પરંતુ સમગ્ર સમાજના શ્રેષ્ઠ હિત માટે પણ છે.
અમારી સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ છે ગૌમાતાનું રક્ષણ અને જરૂરિયાતમંદ લોકો માટે સહાયતાનું કાર્ય કરવું. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં માનવતાની ભાવનાને પ્રજ્વલિત કરવા અને સકારાત્મક પરિવર્તન લાવવા માટે અમે પ્રેરિત છીએ.
શ્રી હરી ફાઉન્ડેશનની સ્થાપના ૦૯ જુલાઈ ૨૦૨૪ના રોજ એવી આશાથી કરવામાં આવી કે સમાજમાં પ્રેમ, સહાનુભૂતિ અને સેવાની ભાવના પ્રચલિત થાય. માત્ર આટલું જ નહીં, અમારી ટીમ છેલ્લા ૧૨ વર્ષથી વિવિધ સંસ્થાઓ સાથે જોડાઈને અલગ-અલગ ક્ષેત્રોમાં કાર્યરત રહી છે. આમાં ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, અનાજ વિતરણ કેમ્પ, અને અન્ય અનેક લોકહિતની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
અમારી સેવા પ્રવૃત્તિઓનું કેન્દ્ર ગૌમાતા અને જરૂરિયાતમંદો છે, અને અમે આત્મલક્ષી સેવાઓ આપીને વધુ સારું અને પ્રતિષ્ઠિત સમાજ સ્થાપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. માનવતાના મૂળભૂત મૂલ્યો પર આધાર રાખીને, “શ્રી હરી ફાઉન્ડેશન” સતત આગળ વધી રહી છે.

સહકારથી શૌર્ય, પ્રેમથી પ્રગતિ
Vision
શ્રી હરી ફાઉન્ડેશન એક એવા સમાજની કલ્પના કરે છે, જ્યાં દરેક વ્યક્તિ નો સર્વોચ્ચ મૂલ્ય “માનવતા” બને. અમારો ઉદ્દેશ્ય છે સમાજમાં શિક્ષા નો દર વધે, લોકો પરસ્પર સહકારને પ્રોત્સાહન આપે, અને જાતિ, ધર્મ તથા કાર્યના આધારે થતો ભેદભાવ દૂર થાય. અમે એવાં ભવિષ્ય તરફ આગળ વધીએ, જ્યાં દરેક વ્યક્તિ ભેદભાવ ભૂલીને માનવતાને પ્રાથમિકતા આપે અને એકબીજાના સહાયક બનીને એકતા અને સમરસતાનું પ્રતીક બને.
Mission
શ્રી હરી ફાઉન્ડેશનનું મિશન છે કે સમાજમાં માનવતા, પ્રેમ અને સહકારને પ્રોત્સાહન આપવું. અમે માનીએ છીએ કે શિક્ષણ, આરોગ્ય અને સહાયથી લોકો વચ્ચે સક્રિય જોડાણ અને સમાનતા લાવી શકાય છે. અમે લોકો માટે એવી સ્થિતિ બનાવીને સમાજને વધુ ઉન્નત બનાવવામાં મદદ કરવા પ્રયત્નશીલ છીએ, જ્યાં દરેક વ્યક્તિ એકબીજાની મદદ કરે, ભેદભાવને દૂર કરે અને માનવતાને સૌથી વધુ મહત્વ આપે.

